VIDEO: ટ્રાવેલ્સ સંચાલક પાસેથી લાખો રૂપિયા લીધા હતા ઉધાર, વેપારીએ પરત માંગ્યા તો રિવોલ્વર દેખાડી આપી ધમકી
સુરતમાં માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. ટ્ર


સુરતમાં માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. ટ્રાવેલ્સ સંચાલક પાસેથી 19.75 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. તો બીજી તરફ ટ્રાવેલ્સ સંચાલકે રૂપિયા પરત આપવાને બદલે તે તમામ રૂપિયા ચાંઉ કર્યા હતા. અને રિવોલ્વરની અણીએ ધમકી આપી હતી કે “આ કોઈની સગી નહિ થાય અને રૂપિયા પરત આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો
પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે.પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. અગાઉ ભાગીદારને ડ્રગ્સમાં ફસાવવા અને લોકોને તાલીબાની સજા આપવા જેવા અનેક ગુનાઓમાં ચિરાગ ગોટીની સંડોવણી ખુલી છે.
ફાંસી આપવાની માગ
લોકોએ ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને ફાંસીની સજાની માગ કરી હતી. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ડરનો માહોલ હોય છે પણ ત્રાસી ગયેલા લોકોનો ગુસ્સો જોઈ ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી હતી, તે બે હાથ જોડી માફી માગતો નજરે પડ્યો હતો.
પ્રજાપતિ સમાજે કડક સજા આપવાની કરી માગ
ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના અગ્રણીઓએ ચિરાગ ગોટીને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચિરાગ ગોટી એ પ્રજાપતિ કડિયા સમાજમાંથી આવે છે, સોશિયલ મીડિયા પર પ્રજાપતિ સમાજના એક આગેવાન દ્વારા કતારગામના ધારાસભ્યની આલોચના કરવામાં આવી હતી. જે બાદ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ આગેવાનો ભેગા થયા હતા અને ધારાસભ્યની 'ઝીરો ટોલરન્સ' નીતિને સમર્થન આપી કહ્યું હતું કે, આરોપી ચિરાગ ગોટીના કોઈ પણ વ્યક્તિગત કે ગુનાહિત કૃત્યો સાથે સમાજને કોઈ લેવાદેવા નથી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની કોઈ જ્ઞાતિ હોતી નથી. સામાજિક રાજકારણને કારણે ન્યાયની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ અને કાયદો તેનું કામ નિષ્પક્ષ રીતે કરે તે જ હિતમાં છે.'






