મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો, ફાટેલા કપડામાં માફી માંગતા કુખ્યાતને કાયદાનો પાઠ ભણાવાયો

સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીની ધરપકડ બાદ પોલીસ દ્વારા સિંગણપોર વિસ્તારમાં તેનો વરઘોડો કાઢવામાં આવતા

તસવીર: GSTV

સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીની ધરપકડ બાદ પોલીસ દ્વારા સિંગણપોર વિસ્તારમાં તેનો વરઘોડો કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચિરાગ ગોટીના ત્રાસથી અનેક લોકો પરેશાન હતા, પણ પોલીસ તેનો કાયદાનો પાઠ ભણાવતા તે જાહેરમાં માફી માંગતા નજરે પડ્યો હતો. પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આ કુખ્યાતનો વરધોડો કાઢ્યો હતો, આ દરમિયાન તેના કપડા પણ ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. સુરતના લોકોએ આ કુખ્યાત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  

નેપાળ ભાગી ગયો હતો કુખ્યાત ચિરાગ ગોટી

પોલીસે કોર્ટમાં મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન કરનાર ચિરાગ ગોટી અને  ડ્રગ્સ વેચનાર મોહંમદ સફવાન મોહંમદ ઈશાક મેવાવાલા વિરુદ્ધ ચાર્જસીટ દાખલ કરી હતી. કારણ કે તપાસમાં ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીની કરતૂતના પૂરતા પુરાવા મળ્યા હતા.  ફરિયાદ નોંધાતા તે પોલીસથી બચવા સતત સ્થળ બદલતો હતો અને નેપાળ ભાગી જઈ અલગ અલગ હોટલમાં રોકતો હતો. ત્યારે હવે સુરતની કોર્ટમાં સરન્ડર થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો