WEATHER ALERT: ગુજરાત માટે કેવું રહેશે આગામી અઠવાડિયું ? ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી
રાજ્યમાં બે દિવસથી મોટાભાગના તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્ય

રાજ્યમાં બે દિવસથી મોટાભાગના તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં વીજળી સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટીના પવન સહિત વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગાહી
આજે (22 જુલાઈ) ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા જણાવાઈ છે.
આ ઉપરાંત, ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સહિતના શહેરો, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સહિતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટીના પવન ફૂંકાવાની સંભાવના છે.
23થી 26 જુલાઇની આગાહી
આગામી 4 દિવસ, એટલે કે તારીખ 23થી 26 જુલાઇ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફુંકાવાની શક્યતા યથાવત રહેશે. ખાસ કરીને, ઉ. ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ,સહિતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ આ પ્રકારે હવામાન જોવા મળશે.
27 જુલાઇની આગાહી
પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
28 જુલાઇની આગાહી
સાતમા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના છે.








