અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારની કેવી છે સ્થિતિ? હોસ્પિટલમાંથી ક્યારે રજા મળશે
અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI171 ક્રેશ થતા 2

અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI171 ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા.આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર જીવિત બચ્યો હતો. વિશ્વાસ કુમાર અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિશ્વાસ કુમારની હેલ્થ અપડેટ સામે આવી છે. વિશ્વાસ કુમારની સ્થિતિ કેવી છે અને તેને ક્યારે હોસ્પિટલમાંથી રજા મળશે તેને લઇને સિવિલના સુપરિટેડન્ટ રાકેશ જોશીએ માહિતી આપી હતી.
કેવી છે વિશ્વાસ કુમારની સ્થિતિ?
સિવિલ સુપરિટેડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, "વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે, તેની પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને દરરોજ હેલ્થ ઇમ્પ્રુવ થઇ રહી છે. ડોક્ટર નક્કી કરશે કે તેને ક્યારે રજા મળશે. તે અત્યારે સ્ટેબલ છે અને તેને કોઇ સમસ્યા નથી.
વિશ્વાસ કુમારનો નવો વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવિત બચી ગયેલા વિશ્વાસ કુમારનો નવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મેડિકલ કમ્પાઉન્ડમાંથી ચાલતો બહાર આવતો દેખાય છે. વિશ્વાસ કુમારને તરત જ 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વિશ્વાસ કુમારે વિમાન દુર્ઘટના પર શું જણાવ્યું હતું?
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું હતું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું. મહત્ત્વપૂર્ણ છે કે વિશ્વાસ કુમાર રમેશ મૂળ દિવનો છે અને બ્રિટનમાં રહેતો હતો.








