મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના 12 જિલ્લામાં આજથી બે દિવસ માવઠાની આગાહી, ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા

ગુજરાતમાં ભરઉનાળે એકસાથે બે ઋતુનો અનુભવ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલા

ગુજરાતના 12 જિલ્લામાં આજથી બે દિવસ માવઠાની આગાહી, ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા

ગુજરાતમાં ભરઉનાળે એકસાથે બે ઋતુનો અનુભવ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આકરો તાપ અનુભવાશે જ્યારે 12 જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.

આ રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે આણંદ-દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવમાં વરસાદ પડી શકે છે.

જ્યારે રવિવારે વલસાડ-સુરત-ભરૂચ-નવસારી-વલસાડ-દમણ દાદરા નગર હવેલી-ભાવનગર-ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, 15મી બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહિવત્ છે. આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે પરંતુ આ પચી તાપમાનમાં 2-4 ડિગ્રીનો તબક્કાવાર વધારો થાય તેવી સંભાવના છે. શુક્રવારે 39.7 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં 38.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો.

ક્યાં વધારે ગરમી

શહેર તાપમાન
રાજકોટ 39.6
ભુજ 39.4
છોટા ઉદેપુર 39.4
અમરેલી 39.1
અમદાવાદ 38.4
ગાંધીનગર 38
ડીસા 37.9
વડોદરા 37.4
ભાવનગર 37.2
વલસાડ 36.5
દાહોદ 35
સુરત 34.4

આ સમાચાર શેર કરો