Surat: RFO સોનલ સોલંકી પર ફાયરિંગ મુદ્દે મોટો ખુલાસો, હથિયાર નદીમાં ફેક્યુ હોવાનો ઘટસ્ફોટ
કામરેજના વાવ-જોખા રોડ પર RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગના સનસનીખેજ મામલામાં પોલીસે ધરપ

કામરેજના વાવ-જોખા રોડ પર RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગના સનસનીખેજ મામલામાં પોલીસે ધરપકડ કરેલા મુખ્ય આરોપી પતિ નિકુંજ ગૌસ્વામી અને ફાયરિંગ કરનાર ઈશ્વરપુરી ગૌસ્વામી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. અંગત અદાવતમાં RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામીએ પત્ની સોનલ સોલંકી પર ફાયરિંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર હાલ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર રહેલા બન્ને આરોપીઓ પોલીસની પૂછપરછમાં રીઢા ગુનેગાર માફક વર્તન કરી રહ્યા છે અને માત્ર ગોળ ગોળ જવાબ આપીને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફાયરિંગ કરનાર આરોપી ઈશ્વરપરી ગૌસ્વામીએ કબૂલાત કરી છે કે તેણે ફાયરિંગ કર્યા બાદ હથિયાર નવસારીની અંબિકા નદીમાં ફેંકી દીધું હતું. આ કબૂલાત બાદ પોલીસે SDRF ટીમ સાથે રાખીને અંબિકા નદીમાં આશરે 6 કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પોલીસને હથિયાર મળી શક્યું નહોતું. પોલીસ હવે હથિયાર શોધવા અને અન્ય કડીઓ મેળવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી અને RFO પત્ની સોનલ સોલંકી વચ્ચે ચાલી રહેલી માથાકૂટના કારણે પતિએ આ કૃત્ય કરાવ્યું હતું. હાલ RFO સોનલ સોલંકી સુરત શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ખૂબ નાજુક હોવાનું સામે આવ્યું છે.





