'અમે માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી'-સુરતમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી હાલ સુરતના પ્રવાસે છે. બે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી હાલ સુરતના પ્રવાસે છે. બે દિવસીય મુલાકાત દરમિયાન આજે મોહન ભાગવતજીએ સુરતમાં ચાતુર્માસ અંતર્ગત રહેલા આચાર્ય મહાશ્રમણની મુલાકાતે વેસુ ખાતે પહોંચ્યા હતાં. મહાશ્રમણજીની મુલાકાત દરમિયાન શ્રાવકોને સંબોધિત કરતાં મોહનજી ભાગવતે પાકિસ્તાન ટકોર કરીને નિવેદન કર્યુ હતું કે, અમે માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી.
અલગ અલગ મુદ્દે આપ્યું નિવેદન
RSSના વડા મોહન ભાગવત 16મી સાંજથી સુરતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે તેઓ વેસુ ખાતે જૈન ધર્મના આચાર્ય મહાશ્રમજી સાથે મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં એકાદ કલાકની વ્યક્તિગત મુલાકાત કરી હતી. ત્યારબાદ મોહન ભાગવતે જાહેર જનતા સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ધાર્મિક બાબતોમાં ખાસ કરીને આત્મા અને ઈન્દ્રિયોને વશ કરવા અંગે વાતચીત કરી હતી. સાથે જ ભારતીય સંસ્કૃતિ યુદ્ધની ન હોવા અંગે કહેતા ઉમેર્યું કે, આપણે કોઈનો માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે કરશે મુલાકાત
મોહન ભાગવત જૈન મુનિને મળીને ગયા બાદ પર્યાવરણ ગોષ્ઠિમાં ભાગ લેવા રવાના થયા હતાં. ત્યારબાદ મોહન ભાગવતનો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુલાકાતનો કાર્યક્રમ અગાઉથી જાહેર થયો છે. આ બન્ને કાર્યક્રમ બાદ તેઓ પ્રસ્થાન કરશે તેમ જણાવવામાં આવ્યું છે.








