VIDEO: અરબી સમુદ્રમાં ભારે કરંટ, ગોમતી ઘાટે 10થી 12 ફુટ ઉંચા મોજા ઉછળ્યા
દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં આજે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર
દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં આજે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગોમતી ઘાટ પર 10થી 12 ફુટ ઉંચા મોજાં ઉછાળતા જોવા મળ્યા. ગોમતી ઘાટ પર સહેલાણીઓ વરસાદી વાતાવરણમાં ઉછળતાં મોજાં વચ્ચે મોબાઈલ પર સેલ્ફી લઈ આનંદ માણતા જોવા મળ્યા હતા. દરિયામાં કરંટથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સહેલાણીઓને રોકવા સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.




