મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TAPI / સોનગઢના ગોલણ ગામે નિર્માણાધીન પાણીની ટાંકી ધરાશાયી, એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે નિર્માણાધીન પાણીની ટાંકી ધરાશાયી થતા એક

TAPI / સોનગઢના ગોલણ ગામે નિર્માણાધીન પાણીની ટાંકી ધરાશાયી, એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે  નિર્માણાધીન પાણીની ટાંકી ધરાશાયી થતા એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત થયું છે, જયારે અન્ય 3 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. 

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણી પુરવઠાની પૂર્વ સોનગઢ પેકેજ -3 યોજના અંતર્ગત અંદાજિત 12 લાખની કિંમતે 18 મીટર ઉંચી પાણીની ટાંકી બની રહી હતી. શ્રમિકો પાણીની ટાંકીનો બોટમ સ્લેબ ભરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. 

આ ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત થયું છે, જયારે ઈજાગ્રસ્ત થયેલા એક શ્રમિકોને સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ તેમજ બે શ્રમિકોને સોનગઢ ખસેડાયા છે. 

ગોલણ ગામે પાણીની આ ટાંકી પડતા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે આ કામમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. 

આ સમાચાર શેર કરો