મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જળસંચયની કામગીરી બની ઝડપી, જળ શક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બનાવાયા છે. જેથી સુરત

સુરતમાં જળસંચયની કામગીરી બની ઝડપી, જળ શક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બનાવાયા છે. જેથી સુરતમાં જળસંચયની કામગીરીમાં ઉછાળો આવ્યો છે. જળ શક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરતમાં સીઆર પાટીલના હસ્તે એક પછી એક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ હેડ ક્વાટરમાં કાર્યક્રમ

આજે શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર પોલીસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જળ શક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઈનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે. મહત્વની વાત છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો.

ઉધનામાં કાર્યક્રમ

જળ સંચયને લઈને વધુ એક કાર્ય થયુ છે. જળ શક્તિ અભિયાન હેઠળના કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી. વોટર રિચાર્જિસ સિસ્ટમના પ્રકલ્પ ભૂમિ પૂજન કર્યું હતુ. ઉધનાના સ્થિત છત્રપતિ શિવાજી સંકુલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જળશક્તિ અભિયાન હેઠળ પ્રકલ્પનું ખાત મુહૂર્ત કર્યું હતું. જેમાં સુરત સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો