મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશના જળશક્તિ મંત્રી બન્યાં, પણ પોતાના મતવિસ્તારની પાણીની સમસ્યા ક્યારે ઉકેલશે?

Navsari News : નવસારીના સાંસદ સી.આર.પાટીલને દેશના જળશકિત મંત્રી બનાવવામાં આવ્યા છે, પણ

નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશના જળશક્તિ મંત્રી બન્યાં, પણ પોતાના મતવિસ્તારની પાણીની સમસ્યા ક્યારે ઉકેલશે?

Navsari News : નવસારીના સાંસદ સી.આર.પાટીલને દેશના જળશકિત મંત્રી બનાવવામાં આવ્યા છે, પણ તેમના જ લોકસભા ક્ષેત્રમાં વર્ષો જૂની પાણી સમસ્યાએ મહિલાને વિરોધ કરવા મજબૂર કરી છે. આજે 100થી વધુ મહિલાઓએ ખાલી બેડા લઈને પાણી લઈને “આયે હે પાણી લેકે જાયેંગે” જેવા સૂત્રોચાર કરી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

છેવાડાના માનવી સુધી પીવાનું પાણી પહોંચાડવું એ સરકારની મુખ્ય ફરજ છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં પાણી નથી પહોંચી રહ્યું. નવસારી જિલ્લાના દરિયા કાંઠામાં વસેલા ગામડાઓમાં  જૂથ પાણી યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. પણ તે પૂરતું ન હોવાથી આજે કલેકટર કચેરીએ જલાલપુર તાલુકાની મહિલાઓ સૂત્રોચ્ચાર કરવા સાથે ખાલી બેડા લઈને પોતાની ફરિયાદ લઈને પહોંચી હતી. 

દરિયાકાંઠા વિસ્તારમાં વસેલા ગામોમાં વાસ્મો યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. જલાલપોરના કણીયેટ ચોરમલા, ભાઠા સહિતના ગામોમાં પહોંચાડતું પાણી સંપમાં ફોર્સથી આવતું નથી જેને કારણે ગામની પાણીની જરૂરિયાત સંતોષાતી નથી. આ મામલે પાણી પુરવઠા વિભાગને ફરિયાદ કરી થાકેલા ગ્રામજનો સૂત્રોચ્ચાર સહિતના વિરોધનો માર્ગ અપનાવી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. મહિલાઓએ પાણીની જરૂરિયાતના પ્રતીક રૂપે ખાલી બેડા લાવીને સૂત્રોચાર કર્યા હતા.

નવસારીના દરિયાકાંઠામાં વસેલા ગામોમાં જૂથ પાણી યોજના કાર્યરત છે. પંરતુ ગામ પાસે બનાવેલા સંપમાં પાણી ગામને પર્યાપ્ત થઈ શકે એટલું જમા થતું નથી. જેથી ગ્રામજનોને અઠવાડિયામાં કેટલાક દિવસ ઓછા ફોર્સથી પાણી મળે છે. આ સમસ્યાથી છેલ્લા 12 વર્ષથી તેઓ મુશ્કેલી અનુભવે છે જેથી તંત્રને રજૂઆત કરી થાકી આજે નવસારી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો