VIDEO : જુનાગઢના ઘેડ પંથકમાં સાંબેલાધાર વરસાદથી ઓઝત નદી પરનો પાકો પાળો તૂટ્યો
Junagadh News : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં બામણાસા ઘેડ ગામે જુદી જુદી 3 જગ્યાએ પાળો તૂટવાની ઘટના બનતાં સર્

Junagadh News : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં બામણાસા ઘેડ ગામે જુદી જુદી 3 જગ્યાએ પાળો તૂટવાની ઘટના બનતાં સર્વત્ર જળબંબાકાર થયો. સાંબેલાધાર વરસાદથી બામણાસા ઘેડની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ઓઝત નદી પર સિમેન્ટ કોંક્રિટથી બનાવેલો પાકો પાળો તૂટી પડ્યો હતો. ઓઝત નદીમાં પાકી સંરક્ષણ દિવાલ ધારાશાયી થતાં નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો.




