વઢવાણ પોલીસે સગીરોની ઓળખ છુપાવ્યા વગર બનાવ્યો VIDEO, BEFORE-AFTERની ઘેલછામાં પોતે કાયદો ભૂલી!
સુરેન્દ્રનગરના વઢવાણમાં ત્રણ કિશોરોએ વઢવાણ બ્રિજ પર ધમકી ભરી રીલ બના
સુરેન્દ્રનગરના વઢવાણમાં ત્રણ કિશોરોએ વઢવાણ બ્રિજ પર ધમકી ભરી રીલ બનાવી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધી હતી. આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વઢવાણ પોલી પોલીસ એક્શનમાં આવી હતી.
વઢવાણ પોલીસે સગીરોની ઓળખ છુપાવ્યા વગર બનાવ્યો VIDEO
આ રીલમાં કિશોરોએ ધમકી અને દાદાગીરીનું પ્રદર્શન કર્યું હતું. જોકે આ વીડિયો સામે આવતાં વઢવાણ પોલીસે સગીરોની ઓળખ છુપાવ્યા વગર જ BEFORE-AFTERની ઘેલછામાં વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
BEFORE-AFTERની ઘેલછામાં વઢવાણ પોલીસ જ કાયદો ભૂલી
ઉલ્લેખનીય છે કે BEFORE-AFTERની ઘેલછામાં વઢવાણ પોલીસ જ કાયદો ભૂલી હતી. કાયદો અને વ્યવસ્થાને કથળે તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરનારા કોઈપણ તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેનું ભાન કરાવવામાં જ વઢવામ પોલીસ કાયદો ભૂલી હતી.






