મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી : 7મી મેએ ગુજરાતની 25 સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર થશે મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મંગળવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની

લોકસભા ચૂંટણી : 7મી મેએ ગુજરાતની 25 સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર થશે મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મંગળવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન  થશે. જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્રીજા તબક્કામાં 120 મહિલાઓ સહિત 1351 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે.  નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો સહિત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે.

મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો અને વિકલાંગ મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મતદારોને ગરમીથી બચાવવા માટે મતદાન મથકો પર છાંયડો અને પાણીની સુવિધા પણ આપવામાં આવી છે.

અમિત શાહ સહિત આ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સાંસદ ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.   

ચૂંટણી પંચ દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટે મતદાર જાગૃતિ અભિયાનના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન થશે. જેમાં બિહારની 5, મધ્યપ્રદેશની 9, આસામની 4, છત્તીસગઢની 7, કર્ણાટકની 14, ગોવાની 2, ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, બંગાળની 4, દમણ અને દીવની 2 બેઠકોનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો