વાયરલ મહિલાએ સ્પષ્ટતા કરી, તેમના દિકરાનું મૃત્યુ દેશી દારુ નહિં પણ આ કારણે થયું હતું
બનાસકાંઠાના સરહદી પંથક માવસરી વિસ્તારમાં દારૂ વેચાતો હોવાનો એક મહિલાનો વીડિયો વાયરલ બાદ

બનાસકાંઠાના સરહદી પંથક માવસરી વિસ્તારમાં દારૂ વેચાતો હોવાનો એક મહિલાનો વીડિયો વાયરલ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આકોલી વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હતો અને તેના કારણે વીડિયો વાયરલ કરનાર મહિલાના પરિવારના બે લોકોના મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ
ઘટનાને અનુક્રમે જ્યારે મહિલા અને તેના અન્ય પરિવારજન સાથે સ્પષ્ટતા કરવામાં આવી ત્યારે મહિલાએ કહ્યું હતું કે તેના પરિવારના બે યુવકોની મોત દારૂના કારણે નહતી થઈ પરંતુ એક યુવકનું અકસ્માતમાં જ્યારે એક યુવકે ઝેરી દવાના કારણે મૃત્યુ પામ્યો હતો. આકોલી ગામના બંને યુવકના ચાર માસ અગાઉ મૃત્યુ થયા હતા ત્યારે મહિલાનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતુ કે તેમના પરિવારના બંને યુવકોની મોત ગામમાં વેચાતા દેશી દારુ પીવાને કારણે થઈ છે.ત્યારે હમણાં મહિલા એ સ્પષ્ટતા કરી કે આ વીડિયો ચાર મહિના પહેલાનો છે અને મહિલાના ધ્યાન બહાર વીડિયો ઉતાર્યો હોવાનો દાવો કર્યો હતો.




