VIDEO: સુરેન્દ્રનગરના કટુડા ગામમાં PGVCLની ટીમ પર હિંસક હુમલો, મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના કટુડા ગામમાં
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના કટુડા ગામમાં સરકારી ફરજ પર ગયેલી PGVCLની ટીમ પર હિંસક હુમલો થતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ટીમ જ્યારે 19,000ના બાકી વીજ બિલની વસૂલાત માટે ગઈ હતી, ત્યારે દશરથસિંહ ઝાલા નામના શખ્સે અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી
યુવકે સરકારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા
આ વિવાદ એટલો વકર્યો કે યુવકે સરકારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને વીજ બિલની પહોંચ પણ ફાડી નાખી હતી. એટલું જ નહીં, અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તો બીજી તરફ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી કર્મચારીઓ પર થતા આવા હુમલાઓને લઈને સ્થાનિક તંત્રમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




