મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkanthaમાં તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો હલ્લાબોલ; પાયાની સુવિધાઓ ન મળતા ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

એક તરફ સરકાર 'ડિજિટલ ગુજરાત' અને 'વાઈબ્રન્ટ વિકાસ'ની વાતો કરી રહી છે, ત્યારે સાબરકાંઠાના અંતર

તસવીર: GSTV

એક તરફ સરકાર 'ડિજિટલ ગુજરાત' અને 'વાઈબ્રન્ટ વિકાસ'ની વાતો કરી રહી છે, ત્યારે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી છે. પોશીના તાલુકાના બારા ગામના રહીશોને પાયાની સુવિધાઓ ન મળતા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સત્તાવાર ચીમકી ઉચ્ચારી છે.

ગામમાં વર્ષોથી રોડ-રસ્તા, વીજળી અને પીવાના પાણીની વિકટ સમસ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવતા, આજે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહીશોએ હાથમાં બેનરો લઈ અને ઢોલ-નગારા વગાડી તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને દર્દીઓને બિસ્માર રસ્તાઓને કારણે પડતી અસહ્ય મુશ્કેલીઓનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તંત્ર દ્વારા વિકાસના વાયદાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાન ન કરવાની ચીમકી આપતા સ્થાનિક રાજકારણમાં ખળભરાટ મચી ગયો છે. 

આ સમાચાર શેર કરો