મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ગીરના જંગલની નજીક આકર્ષણનું કેન્દ્ર: આંબરડી સફારી પાર્કના 'ત્રિદેવ' સિંહો જોવા માટે પર્યટકોમાં ઉત્સાહ

અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલો આંબરડી સફારી પાર્ક હાલમાં પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય ક

અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલો આંબરડી સફારી પાર્ક હાલમાં પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને અહીં વસતા ત્રણ સિંહો, જેઓ 'ત્રિદેવ' તરીકે ઓળખાય છે, તેમની અદાઓ નિહાળવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

'ત્રિદેવ'ની ગેલગમ્મત જોવા પ્રવાસીઓ ઉમટ્યા

આંબરડી સફારી પાર્ક, જે ગીરની નજીક આવેલો છે, તે સિંહોના ખુલ્લા વિહારને કારણે જાણીતો બન્યો છે. પાર્કની મુલાકાતે આવતા પર્યટકોને સિંહના દર્શનનો લ્હાવો મળી રહ્યો છે.  પાર્કમાં રહેતા ત્રણ નર સિંહોને સ્થાનિક રીતે 'ત્રિદેવ' તરીકે ઓળખવામાં આવે છે, જે મુલાકાતીઓમાં ભારે લોકપ્રિય છે. સહેલાણીઓ અહીં સિંહ અને સિંહણની જોડીને મુક્ત રીતે વિહરતા, શિકાર કરતા કે આરામ કરતા જોઈ શકે છે. સિંહ-સિંહણની ગેલગમ્મત જોઈને પર્યટકો ખુશખુશાલ થઈ જાય છે. અહીંના સિંહો સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

વન વિભાગ દ્વારા ઉત્તમ વ્યવસ્થા

વન વિભાગે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેતા સહેલાણીઓ માટે સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેના કારણે મુલાકાતીઓ સિંહોને સુરક્ષિત રીતે નજીકથી નિહાળી શકે છે અને જંગલના વાતાવરણનો અનુભવ કરી શકે છે.

આ સમાચાર શેર કરો