મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Gir Somnath માં આંબાના બગીચામાં સિંહ-સિંહણનું રોયલ વેકેશન!

ગીર સોમનાથ અને ગીર જંગલની બોર્ડર નજીકના વિસ્તારોમાં ફરી એકવાર સિંહોની અવરજવર જોવા મળી

ગીર સોમનાથ અને ગીર જંગલની બોર્ડર નજીકના વિસ્તારોમાં ફરી એકવાર સિંહોની અવરજવર જોવા મળી છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહ અને સિંહણ આંબાના લીલાછમ બગીચામાં શાંતિથી અને નિર્ભયતાથી આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે.

ગીર બોર્ડર નજીક આવેલા આંબાના બગીચામાં સિંહ યુગલ ઠંડક મેળવી રહ્યું હોય તેવો આ નજારો સ્થાનિક લોકો માટે આશ્ચર્ય અને આનંદનો વિષય બન્યો હતો.

સિંહ અને સિંહણ બગીચામાં સંપૂર્ણપણે હળવા મૂડમાં સૂતેલા જોવા મળ્યા. સ્થાનિક લોકોએ આ દ્રશ્યને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ગીર જંગલના રહેવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ દ્રશ્ય એ વાતનો પુરાવો છે કે ગીરના સાવજોએ હવે જંગલની બહારના માહોલ અને માનવ વસવાટની નજીકના વિસ્તારોને પણ પોતાનું કુદરતી નિવાસસ્થાન બનાવી લીધું છે.

આ સમાચાર શેર કરો