Video: વિરાટ ફેન, 'કોહલીના ચિત્ર સાથે 15 લાખનું સોનાનું મોબાઈલ કવર બનાવ્યું!
ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલીની ફેનફોલોવિંગ તો જાણીતી જ છે, પરંતુ સુરતના ક
ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલીની ફેનફોલોવિંગ તો જાણીતી જ છે, પરંતુ સુરતના કુડસદ ગામના યુવાન અંકિત પટેલની વાત સાંભળીએ તો આશ્ચર્ય થાય. વિરાટને તેમનો આદર્શ માનનારા આ યુવાને તેમને મળવા માટે ત્રણ વાર સાત સમુદ્ર પાર લંડનની યાત્રા કરી, પરંતુ હજુ સુધી મુલાકાત ના થઈ શકી. વિરાટ કોહલીનો એવો ફેન છે કે તેણે વિરાટના ચિત્ર અને નામવાળું 15 તોલા સોનાનું મોબાઈલ કવર 15 લાખમાં તૈયાર કરાવ્યું છે. સાથે તે 'વિરાટ'ના નામવાળું સોનાનું બ્રેસ્લેટ પણ પહેરે છે. અંકિતનો અનોખો 'વિરાટ પ્રેમ' જોઈ તેના મિત્રો પણ આશ્ચર્યચકિત છે.
સોનાનું મોબાઈલ કવર
ક્રિકેટ પ્રેમીઓમાં વિરાટ કોહલીની અલગ જ ચમક છે. તેમની આક્રમક રમત, જુસ્સો અને ભારત માટે કંઈક કરી બતાવવાની ભાવના ઘણાને આકર્ષે છે. સુરતના કુડસદ ગામમાં રહેતા અંકિત પટેલ પણ તેમના આવા જ પ્રશંસક છે. વિરાટને તેઓ 'ક્રિકેટના ગોડફાધર' કહે છે અને તેમના પ્રદર્શનથી એટલા પ્રભાવિત છે કે તેમની યાદગીરીમાં 15 લાખની કિંમતનું સોનાનું મોબાઈલ કવર તૈયાર કરાવ્યું, જેમાં વિરાટનું ચિત્ર અને નામ કોતરાવ્યું છે. અંકિત પટેલનું આ સોનાનું મોબાઈલ કવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, સૌ કોઈ વિરાટ કોહલીના ફોટા વાળું સોનાનું કવર જોવા માટે અંકિત પટેલ પાસે આવી રહ્યા છે,ત્યારે અંકિત પટેલનો વિરાટ કોહલી પ્રત્યેનો આવો પ્રેમ જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.
જ્યારથી વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટમાં આવ્યો ત્યારથી જ અંકિત પટેલ તેના ખૂબ પ્રશંસક છે. વિરાટ કોહલીના ક્રિકેટ પ્રદર્શનની સાથે સાથે ક્રિકેટમાં વિરાટ કોહલીની ભારત માટેની કંઈક કરી બતાવવાનો જુસ્સો બધા જ ક્રિકેટ પ્રેમીઓને પસંદ છે ત્યારે અંકિત પટેલને પણ વિરાટ કોહલીની આવી ઘણી સારી આદતો પસંદ છે એટલે જ અંકિત પટેલને વિરાટ કોહલી ખૂબ પસંદ છે. વિરાટ કોહલીને મળવા માટે અંકિત પટેલ એક વાર ની બે વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વખત લંડન પણ ગયા છે પરંતુ તેઓ વિરાટ કોહલીને મળી નહોતા શક્યા,વિરાટ કોહલીને ન મળવાનું તમને ખૂબ દુઃખ છે.
ક્રિકેટમાં સફળતા: વિરાટને જ આપે છે શ્રેય
અંકિત પટેલ પણ એક સારા ક્રિકેટર છે,અનેક ક્રિકેટ મેચોમાં તેમણે સારું પ્રદર્શન આપી અંકિત પટેલે વિજય ટ્રોફી પણ હાંસલ કરી છે,અંકિત પટેલ વિરાટ કોહલીને જ ક્રિકેટના ગુરુ માને છે અને તેની પાસેથી જ ક્રિકેટની રમત શીખી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની ક્રિકેટની આ સફળતાનો શ્રેય પણ વિરાટ કોહલીને જ આપે છે,અંકિત પટેલ અત્યાર સુધી ભારતના અલગ અલગ કેટલાય ક્રિકેટરોને મળી ચૂક્યા છે પરંતુ તેનો ક્રશ એવા વિરાટ કોહલીને હજુ સુધી મળી નથી શક્યા. પોતાની લાઇફમાં એક વખત અંકિત પટેલ વિરાટ કોહલીને મળવા માંગે છે. અંકિત પટેલનો વિરાટ કોહલી પ્રત્યેનો આવો અતૂટ પ્રેમ જોઈ અંકિત પટેલના મિત્રો પણ આશ્ચર્ય ચકિત છે,તેઓ પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી અંકિતની એક વાર વિરાટ કોહલી સાથે મુલાકાત થાય.







