VIDEO: નસવાડીના રાનેડા ગામે ડ્રેઇનની કામગીરી એક માસથી બંધ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ
છોટાઉદેપુરના નસવાડીના રાનેડા ગામે રૂ. ૨ કરોડના ખર

છોટાઉદેપુરના નસવાડીના રાનેડા ગામે રૂ. ૨ કરોડના ખર્ચે મંજૂર થયેલ સ્લેબ ડ્રેઇનની કામગીરી એક માસથી બંધ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરે નદીના સામા છેડે મોટો ખાડો ખોદી કામ અધૂરું છોડતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ચોમાસાને ગણતરીના મહિના બાકી છે ત્યારે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની ઉદાસીનતાને કારણે કામગીરી ઠપ છે. સાઈન બોર્ડના અભાવે જોખમી બનેલા આ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક આદિવાસી સમાજની પ્રબળ માંગ છે.
ખાડો મોટો છે કોઈ બાળક પડે તો મોતને ભેટે તેમ છે
કોન્ટ્રાક્ટરે નદીના સામા છેડે બ્રિજનો છેલ્લો પાયો ખોદીને મૂક્યો છે અને ખાડો મોટો છે કોઈ બાળક પડે તો મોતને ભેટે તેમ છે જ્યારે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો ચાલુ હોય ત્યારે લોકો ની જાણકારી માટે સાઈન બોર્ડ કામ ચાલુ છે, તેવા મારવા જોઈએ પરંતુ મારવામાં નથી આવતા પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ સાઇડ ઉપર જતા નથી અને અધૂરા કામો સમયસર પૂરા કરાવતા નથી તેનો આ વરવો નમૂનો છે.
લોકોનો આક્ષેપ છે કે ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જાય તેમ છે ત્યારે વહેલી તકે સ્લેબ ડ્રેઇન ની કામગીરી શરૂ કરવી જોઈએ સરકારે બે કરોડ રૂપિયા સ્લેબ ડ્રેઇન બનાવવા માટે ફાળવ્યા પરંતુ કામગીરી અધૂરી હોવાથી લોકો ને ફરી ચોમાસા માં તખલીફ ના પડે તે માટે કોન્ટ્રાકટર પાસે ઝડપ થી કામગીરી કરાવવી જોઈએ.






