VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ભારે ધસારો, જાણો કેટલા કાર્યકરોએ કરી દાવેદારી
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપમાંથી લડવા માટે દાવેદારોનો

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપમાંથી લડવા માટે દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે કુલ 217 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં નસવાડીની 5 બેઠકો પર સૌથી વધુ 60 અને પાવી જેતપુરની 4 બેઠકો પર 38 દાવેદારો સામેલ છે.
તાલુકા પંચાયતની બેઠકો પર પણ રાફડો ફાટ્યો છે, જેમાં નસવાડીની 22 બેઠકો માટે 104 અને પાવી જેતપુરની 18 બેઠકો માટે 92 સહિત કુલ સેંકડો કાર્યકરોએ દાવેદારી કરી છે. આ ઉપરાંત, બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે પણ 115 ઉમેદવારો મેદાનમાં છે. સંખેડા, બોડેલી, નસવાડી, કવાંટ, કદવાલ અને છોટાઉદેપુરના તમામ વિસ્તારોમાં ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે.




