VIDEO:સુરેન્દ્રનગરમાં બોરાણા નજીક માત્ર ૩૬ દિવસમાં પુલ ધરાશાયી થતા ગ્રામજનોમાં ભારે રોષ
સુરેન્દ્રનગરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્

સુરેન્દ્રનગરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોરાણા નજીક બનેલો પુલ લોકાર્પણના માત્ર ૩૬ દિવસમાં જ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો છે. ગ્રામજનોના મતે, આ પુલના નિર્માણમાં અત્યંત નબળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કામ દરમિયાન જ્યારે તેમણે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે કોન્ટ્રાક્ટરે ઉદ્ધત જવાબ આપતા કહ્યું હતું કે, "અમારે ટકાવારી આપવાની હોય, એટલે કામ તો નબળું જ થાય!" આજે એ જ નબળા કામને કારણે ગ્રામજનોનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. આ અંગે ગ્રામજનો કેશુભાઈ અને મુકેશભાઈએ તંત્રની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરી જવાબદારો પર કડક કાર્યવાહીની માંગ કરી છે.




