VIDEO:સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક, ‘છાત્ર કી ગુંજ’ અભિયાન શરૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર લીક કૌભાંડ મામલે હવે

સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર લીક કૌભાંડ મામલે હવે કોંગ્રેસે વાલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે આજથી ‘છાત્ર કી ગુંજ’ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી અને AICC સેક્રેટરી ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, તાજેતરમાં NEET ની પરીક્ષામાં ગેરરીતિને કારણે ૨૨ લાખ વિદ્યાર્થીઓ માનસિક રીતે તૂટી પડ્યા છે અને આત્મહત્યાના બનાવો વધ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગણતરીના વર્ષોમાં ૮૯ પેપર લીક થયા છે. આ અન્યાય સામે હવે કોંગ્રેસ આરપારની લડત આપશે.




