મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર: શાળા પ્રવેશોત્સવનો ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કુન્તલપુર ગામે સરકારી શાળા પ્રવેશોત્

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કુન્તલપુર ગામે સરકારી શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ભારે હોબાળો મચાવીને કાર્યક્રમમાં આવેલા જિલ્લા વિકાસ અધિકારી સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો જોરદાર ઉધડો લીધો હતો. ગ્રામજનોએ અધિકારીઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે પૂરતા પાઠ્યપુસ્તકો નથી અને ગણવેશ ની પણ કોઈ વ્યવસ્થા નથી, છતાં તમે પ્રવેશોત્સવ ઉજવવા નીકળી પડ્યા છો. હાલમાં બાળકો ચોપડીઓ વગર જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, પહેલા ગામમાં શાળાની બદતર હાલત સુધારો, પછી જ પ્રવેશોત્સવની ઉજવણી કરો. ગ્રામવાસીઓના આ આક્રોશ અને વાજબી સવાલો સામે સ્થળ પર હાજર અધિકારીઓ લાચાર બનીને મૌન સેવી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો