મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરની 'બારાહી' ખારેકનો દેશભરમાં દબદબો,, ખેડૂતોની કમાણીમાં થયો તોતિંગ વધારો

સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીન

સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને અપનાવેલી પ્રાકૃતિક ખેતી રંગ લાવી રહી છે. ઇઝરાયલની 'બારાહી' જાતની ખારેકની ખેતી કરીને ખેડૂતો મબલખ કમાણી કરી રહ્યા છે. ગાય આધારિત ખેતીને કારણે ખેતી ખર્ચ ઘટ્યો છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે.અહીં ઉત્પાદિત ખારેકની માંગ બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં ખૂબ વધી છે. ખેડૂતોને પ્રતિ મણના રૂ. 2,000 સુધીના આકર્ષક ભાવ મળી રહ્યા છે. સફળતાની આ ગાથાએ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે. બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે અને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક માર્ગ અપનાવવા અન્ય ખેડૂતોને પણ અનુરોધ કરી રહ્યા છે…

આ સમાચાર શેર કરો