મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના લખતરના ભાથરીયા ગામમાં પાણી માટે મહિલાઓનો સંઘર્ષ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાથરીયા ગામમાં પીવાના પાણીની સમસ્યા સામે

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાથરીયા ગામમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. ગામની મહિલાઓને પાણી મેળવવા માટે અંદાજે બે કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે. એટલું જ નહીં, પાણી ભરવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર બે બેડા પાણી મળતા હોવાની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સૌની યોજના અને નલ સે જલ યોજના ગામમાં અસરકારક રીતે અમલમાં આવી નથી. પાણીની અછતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો