મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, કોઠી ચાર રસ્તે મુખ્ય પાણીની લાઈનમાં સર્જાયું મોટું લીકેજ

વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ફર

વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જ્યાં કોઠી ચાર રસ્તા પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે.લાઈનના મુખ્ય વાલ્વમાંથી પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ શહેરમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળવાની બૂમો છે, ત્યારે બીજી તરફ પાલિકા તંત્રના પાપે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહીને વેડફાઈ ગયું છે. સ્થાનિકોએ આ પાણીના વ્યયને તાકીદે રોકવા અને લાઈનનું સમારકામ કરવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો