મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરાના સાવલી-ડેસર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે કરી આત્મહત્યા

વડોદરાના સાવલી-ડેસર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીએ આત્મહત્યા કરી

તસવીર: gstv

વડોદરાના સાવલી-ડેસર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીએ આત્મહત્યા કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદારના નજીકના માનવામાં આવતા પ્રફુલસિંહ સોલંકી પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન અંત લાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક ડેસર પોલીસને માહિતી આપી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યા પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી, જેના કારણે સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો