મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરઃ દસાડામાં ટ્રેલરે રિક્ષાને કચડી: ત્રણના કમકમાટીભર્યા મોત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે એક ટ્રક ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં જાન ગુમાવનારાઓમાં ટુવડ ગામના રહેવાસી મેહુલભાઈ પટેલ, બળદેવભાઈ ઠાકોર અને કિરણભાઈ સિંધવનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પંથકમાં ટ્રેલર ચાલકોની બેદરકારીના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, કારણ કે ગત ૧૫મી જૂનના રોજ પણ કઠાડા પાસે આવા જ એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા, ત્યારે ફરી એકવાર બનેલી આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો