VIDEO: રાજકોટમાં નબીરાનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ
રાજકોટ શહેરમાં નબીરાઓ દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં
રાજકોટ શહેરમાં નબીરાઓ દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં વધુ એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે કારને સર્કલ ડાયરેક્શનમાં ફેરવીને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. આટલું જ નહીં, વીડિયોમાં યુવક કાર ચલાવતી વખતે તેમાંથી ફાયરિંગ પણ કરી રહ્યો છે, રીલ બનાવવાની ઘેલછામાં યુવકો એક પછી એક કાયદાને નેવે મૂકી રહ્યા છે, જેનાથી શહેરની સુરક્ષા અને શાંતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ રાજકોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.




