VIDEO: જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે વસરામ સાગઠિયાના આક્ષેપ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના ખર્ચને લઈને હવે રાજકીય ગરમાવો


રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના ખર્ચને લઈને હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું કે ડિમોલેશન દરમિયાન થયેલો તોતિંગ ખર્ચ ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતનું પરિણામ હોવાનું જણાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાનું નામ પણ શંકાના ઘેરામાં હોવાનું કહ્યું. સાગઠિયાના આક્ષેપ મુજબ, લોકોના ઘરો તૂટી રહ્યા હતા ત્યારે જાણે કોઈ વીવીઆઈપી લગ્ન સમારંભ હોય તેમ લાખો રૂપિયાનો ખર્ચ વીડિયોગ્રાફી પાછળ કરવામાં આવ્યો. ઉપરાંત ખાણીપીણી અને મિનરલ વોટરની બોટલો પાછળ પણ ભારે ખર્ચ કરાયો હોવાના આક્ષેપ છે. સમગ્ર ડિમોલેશનનો કુલ ખર્ચ 3 કરોડ રૂપિયાને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ પણ ઉઠી છે.




