VIDEO : રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે વિવાદ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશનની કામગીરીના ખર્ચને લઈને વિવાદ વકર્યો છે. ભાજ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશનની કામગીરીના ખર્ચને લઈને વિવાદ વકર્યો છે. ભાજપના સિનિયર નેતા વિનુ ધવાએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. તેમણે આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીને નિશાન બનાવીને દાવો કર્યો છે કે ડિમોલિશનમાં થયેલા વાસ્તવિક ખર્ચ કરતા અનેકગણા વધુ રકમના બિલ રજૂ કરવામાં આવ્યા છે. વિનુ ધવાએ આક્ષેપ કર્યો છે કે બજારભાવ કરતા ઘણી ઊંચી કિંમતે વસ્તુઓના બિલો બનાવી તંત્રને ચૂનો લગાવવાનો પ્રયાસ થયો છે. આ મામલાની ઊંડી તપાસની માંગ ઉઠી છે, જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.




