મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના મેયરની કડક સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા એક્શન

રાજકોટના મેયરની કડક સૂચના બાદ મ્યુનિસિપલ કોર

રાજકોટના મેયરની કડક સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી. શહેરના પોશ ગણાતા રામકૃષ્ણ નગર મેઈન રોડ પર આવેલા પીઝા પાર્લરમાં આરોગ્ય વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરી...જ્યાં રસોડામાં અત્યંત ગંદકી અને અનહાઈજેનિક સ્થિતિ જોઈ અધિકારીઓ પણ આઘાતમાં મુકાઈ ગયા હતા. અહીં ફ્રીઝમાં રાખેલા નૂડલ્સમાંથી દુર્ગંધ આવતી હતી, ગ્રીન ઓલિવ અને અમેરિકન કોર્ન પર ફૂગ જામી ગઈ હતી, તેમજ મેંદામાં જીવડાં જોવા મળ્યા હતા. પિઝા અને પાસ્તામાં વપરાતી ઘણી સામગ્રી એક્સપાયરી ડેટ વગરની અને અખાદ્ય હતી, જેનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ કે આંતરડાના ગંભીર રોગો થઈ શકે છે. આરોગ્ય વિભાગે નમૂના લઈ સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરી છે અને આકરી દંડની પ્રક્રિયા શરૂ કરી છે..

આ સમાચાર શેર કરો