VIDEO : જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચે વિવાદ વધુ ઘેરાયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન પાણીની બોટલોના ખર્ચને લઈને વિવાદ વધુ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન પાણીની બોટલોના ખર્ચને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં હરિસિંગ સુચરીયા સાથેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ કર્યો છે. ઓડિયોમાં હરિસિંગ સુચરીયાએ દાવો કર્યો છે કે ડિમોલેશન દરમિયાન તેમણે આશરે 5 હજાર પાણીની બોટલ વિતરિત કરી હતી. તેમણે જણાવ્યું કે આરએમસીની 200 એમએલની બોટલ બજારમાં 2 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળે છે. તેઓ જરૂરી હોય તેટલી બોટલો 2 રૂપિયામાં પૂરી પાડી શકે તેમ છે. આ ઓડિયો વાયરલ થતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.




