VIDEO: વડોદરામાં પૂર્વ કાઉન્સિલરના નિવાસસ્થાને અજાણ્યા ઈસમોએ કરી રેકી, પોલીસે તપાસ કરી શરૂ
વડોદરાના માંજલપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે માંજલપુ


વડોદરાના માંજલપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે માંજલપુર વિસ્તારમાં વોર્ડ 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલના નિવાસસ્થાને અજાણ્યા ઈસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે ત્રણ જેટલા શખ્સો કલ્પેશ પટેલના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યા હતા, જેમની રહસ્યમય હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે CCTVમાં આ શખ્સે કેદ થયા હતા.
સીસીટીવી ફૂટેજમાં દેખાતા ત્રણેય શખ્સો રેકી કરીને ફરાર
પૂર્વ કાઉન્સિલરના મતે આ શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ત્રણેય શખ્સો રેકી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે માંજલપુર વિસ્તારના પૂર્ કાઉન્સિલર કલ્પેશ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




