VIDEO: વડોદરામાં પૂરપાટ દોડતી કારે અનેક વાહનોને ઉડાવ્યા, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા એમ.જી. રોડ પર ગઈકાલે રાત્રે એક બેફામ બનેલા કાર


વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા એમ.જી. રોડ પર ગઈકાલે રાત્રે એક બેફામ બનેલા કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરઝડપે આવતી કારે એક મોપેડ સવાર મહિલા સહિત અન્ય 3થી 4 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જેને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે જ્યારે એમ.જી. રોડ વાહન વ્યવહારથી ધમધમી રહ્યો હતો, ત્યારે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવીને પૂરઝડપે કાર હંકારી મોપેડ સવાર મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા કારે રસ્તા પર ઉભેલા અન્ય વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. સ્થાનિક લોકો કારને રોકવા માટે પાછળ દોડ્યા હતા, પરંતુ ચાલક અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.






