મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Vadodara માં પાલિકાની કામગીરીનો અનોખો વિરોધ, રોડ પર પડેલા ભુવાને ફૂલોનો હાર પહેરાવી કરી રજૂઆત

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ મુજમહુડા રોડ પર વારંવાર રસ્તા પર ખાડા (ભુવા) પડવાની ઘટન

 વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ મુજમહુડા રોડ પર વારંવાર રસ્તા પર ખાડા (ભુવા) પડવાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ફરી એક મોટો ખાડો પડતાં, સ્થાનિકોએ પાલિકા તંત્રની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે.

વૉર્ડ નંબર 12 માં અગાઉ પણ સંખ્યાબંધ ખાડા પડી ચૂક્યા છે, જેના પગલે ગઈકાલે વધુ એક ભુવો પડવાની ઘટના સામે આવી હતી, જેના કારણે વાહનચાલકો અટવાયા હતા અને વિસ્તારમાં અફરાતફરી મચી હતી.

આ ગંભીર પરિસ્થિતિમાં, પાલિકા તંત્રનું ધ્યાન ખેંચવા માટે સ્થાનિક અગ્રણીઓએ એક અનોખી પહેલ કરી. તેમણે નવા પડેલા ભુવા ફરતે અંદાજિત 100 ફૂટ જેટલો ફૂલોનો હાર લગાવી તેને શણગાર્યો. વિરોધનું કારણ સમજાવતા સ્થાનિકોએ જણાવ્યું કે, જેમ લોકો દિવાળીનું લાઇટ ડેકોરેશન ઉત્સાહથી જુએ છે, તેમ પાલિકા કમિશ્નર પણ આ ભુવાને ઉત્સાહ સાથે જોવા આવે અને તેની ગંભીરતા સમજે.

સ્થાનિકોએ પાલિકા તંત્રની નબળી કામગીરી અને બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, ઘટના સ્થળે પાલિકા દ્વારા બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો