Vadodara news: નશામાં ધૂત કાર ચાલકે 3 વાહન ચાલકોને લીધા અડફેટે, અકસ્માત સર્જીને ભાગી રહેલા શખ્સને લોકોએ દબોચ્યો
વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે ત્રણ થી ચાર વાહન ચાલકોને ટક્કર મારી હતી. આ ટક્કરની ઘટના નટુ ભાઈ

વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે ત્રણ થી ચાર વાહન ચાલકોને ટક્કર મારી હતી. આ ટક્કરની ઘટના નટુ ભાઈ સર્કલ રેસકોર્સ પાસે થઈ હતી. અકસ્માતની ઘટના સર્જાયા બાદ ઈન્દ્રપ્રસ્થ રોડ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આરોપી અકસ્માત સર્જીને ફરાર થયો હતો. જોકે લોકોએ તેનો પીછો કર્યો હતો, ત્યાર બાદ પકડીને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને આરોપીને ટોળાથી છોડાવીને લઈ ગઈ હતી.
એક જ દિવસમાં બે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના
પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આગળ કાર્યવાહી કરી હતી. તો બીજી ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર થઈ હતી. ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક જ દિવસમાં બે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટનાએ સબ સલામતના દાવાની પોલ ખોલ નાખી છે.
શ્રમજીવી પરિવારની માસૂમને કાર ચાલકે કચડી
વડોદરામાં મંગળવારે (21 ઓક્ટોબર) મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નશામાં ધૂત કારચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે.






