Video/ Suratમાં પરીક્ષા સેન્ટર ન મળતા ટ્રાફિક પોલીસે વિદ્યાર્થીનીને બાઈક પર બેસાડી કેન્દ્ર સુધી પહોંચાડી
સુરત: આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે સુરત ટ્રાફિક પોલીસની પ
સુરત: આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે સુરત ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. સુરતના અઠવાગેટ વિસ્તારમાં એક વિદ્યાર્થીની પોતાનું પરીક્ષા કેન્દ્ર ન મળવાને કારણે ભારે મુંઝવણમાં મુકાઈ હતી. પરીક્ષાનો સમય નજીક હોવાથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી.
આ સમયે સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ જવાનોની નજર વિદ્યાર્થીની પર પડતા તેઓ વહારે આવ્યા હતા. વિદ્યાર્થીનીને પરીક્ષામાં મોડું ન થાય તે માટે પોલીસે તત્કાલિક તેને પોતાની બાઈક પર બેસાડી હતી અને અઠવાગેટથી ઉધના વિસ્તારમાં આવેલા તેના પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડી હતી. સુરત પોલીસની આ તત્પરતાને કારણે વિદ્યાર્થીનીનું વર્ષ બગડતા બચી ગયું હતું.
આ સમગ્ર કામગીરી અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિગતો આપતા પોલીસની કામગીરીને બિરદાવી હતી.






