VIDEO: ભચાઉમાં મટકી ફોડવા માટે બાંધેલી દોરીનો થાંભલો નીચે પડી જતાં બે બાળકોના મોત
રાજ્યભરમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ધામ-ધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરના શ્
રાજ્યભરમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ધામ-ધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.ત્યારે કચ્છમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દરમિયાન મટકી ફોડના કાર્યક્રમમાં એક અકસ્માત સર્જાયો હતો.
મટકી ફોડવા માટે બાંધેલી દોરીનો થાંભલો નીચે પડી જતાં આ ઘટના બની
મટકી ફોડવા માટે બાંધેલી દોરીનો થાંભલો નીચે પડી જતાં આ ઘટના બની. આ અકસ્માતમાં બે બાળકોનાં મૃત્યુ થયાં, જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું. ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.




