Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Video/ Tragic end of love affair, Lover dies after running away from fourth floor

Video/ રાજકોટમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ: પ્રેમિકાનો પતિ આવી જતાં ચોથા માળેથી ભાગવા ગયેલા પ્રેમીનું પટકાતા મોત

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરણિત પ્રેમિકાને મળવા ગયેલો પરણિત પ્રેમી, પ્રેમિકાનો પતિ અચાનક ઘરે આવી પહોંચતા ભાગવા જતાં ચોથા માળેથી નીચે પટકાયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ કિસ્સો પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે લાલબત્તી સમાન સાબિત થયો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ મનીષ ધોળકિયા તરીકે થઈ છે. મનીષ પરણિત હોવા છતાં તેને અન્ય એક પરણિત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. ગતરોજ મનીષ તેની પ્રેમિકાને મળવા માટે લક્ષ્મણ ટાઉનશીપમાં આવેલા તેના ફ્લેટ પર ગયો હતો. બંને એકબીજા સાથે સમય વિતાવી રહ્યા હતા, ત્યારે અચાનક મહિલાનો પતિ ઘરે વહેલો આવી પહોંચ્યો હતો.

ભાગવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો

પ્રેમિકાના પતિને અચાનક ઘરે જોઈને મનીષ ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટ ચોથા માળે હોવાથી, તેણે નીચે ઉતરવા માટે બાલ્કનીમાંથી પાઈપલાઈનનો સહારો લીધો હતો. પાઈપલાઈન વાટે નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો હાથ લપસી ગયો હતો અને તે સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો.

પોલીસ તપાસ ચાલુ

ચોથા માળેથી પટકાવાને કારણે મનીષને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને હાલ પૂરતું અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ટાઉનશીપમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ટોપિક્સ:rajkotrajkot newscrime