Video/ 'સરકાર અને અમે નબળા છીએ, જે કામ અમારે કરવું જોઈએ તે સંતો કરે છે', નડિયાદમાં MP દેવુસિંહ ચૌહાણનું વિવાદાસ્પદ નિવેદન
ખેડા લોકસભા બેઠકના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં


ખેડા લોકસભા બેઠકના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાની જ સરકાર અને નેતૃત્વ પર સવાલો ઉઠાવતું અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે દિવ્યાંગોની સેવા અને કલ્યાણના જે કામો સરકાર અને પ્રતિનિધિઓએ કરવા જોઈએ, તે કામો સંતો કરી રહ્યા છે, જે અમારી નબળાઈ દર્શાવે છે.
"સરકારમાં સંતો જેવો ભાવ નથી"
નડિયાદના સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે સ્વામિનારાયણ ગોકુલધામ નાર સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી અને સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, "સરકાર અને અમે નબળા છીએ કારણ કે સંતોમાં જે સેવાનો ભાવ છે તેવો ભાવ સરકારમાં હોતો નથી. સ્વાસ્થ્યની ચિંતા સુખદેવ સ્વામી કરે છે, જ્યારે અમારે તો તલાટીથી લઈને સાંસદ સુધીની આખી ચેનલમાંથી પસાર થવું પડે છે, છતાં આવું કામ થતું નથી."
સરકારી તંત્ર પર કર્યા પ્રહાર
વધુમાં પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જો દિવ્યાંગ સેવાનું આ કામ સરકાર કરવા જાય તો પાંચ વર્ષ નીકળી જાય, જ્યારે સ્વામીએ એકલા હાથે કરી બતાવ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેડામાં ભાજપના સબળ નેતૃત્વ માટે હવે 'ઇન્ટ્રોસ્પેક્શન' (આત્મચિંતન) જરૂરી બન્યું છે.





