Video: અસામાજિક તત્વોનો આતંક, પાંડેસરામાં 8 થી 10 વાહનોના કાચ તોડી કર્યું નુકસાન
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક યથાવત રહ્યો છે. શહેરન
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક યથાવત રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર તોડફોડની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પાંડેસરામાં આવેલા શ્રીરામ નગર ખાતે અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલા 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અચાનક થયેલી આ તોડફોડથી વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પીસીઆર વાહન તુરંત ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
સોસાયટીના લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી
આ ઘટનાથી રોષે ભરાયેલા સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તોડફોડ કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ તત્વોને વહેલી તકે પકડી પાડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.








