મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગર ત્રિપલ અકસ્માત, એકનું મોત

સુરેન્દ્રનગરના વિઠલાપરા નજીક બાઈક, કાર અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક આધેડનું કરુણ મોત ન

સુરેન્દ્રનગરના વિઠલાપરા નજીક બાઈક, કાર અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે, જેમાં માત્ર એક જ સપ્તાહમાં અકસ્માતોને કારણે ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ સમાચાર શેર કરો