VIDEO: સુરતના ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી, અન્ય બે લોકો પણ સકંજામાં
VIDEO: સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે.


VIDEO: સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નોત્સુક યુવકને લગ્નના સપનાં બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે. બસ આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, ચોકબજાર પોલીસે લૂંટેરી દુલ્હનને તેના ઓરતાં પર પાણી ફેરવી દીધું હતું. ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે મહારાષ્ટ્ર સુધી જઈને આરોપી યુવતીને ઝડપી તેની આખી ગેંગને પકડીને કાયદા હેઠળ લાવી દીધી હતા. આખા બનાવમાં એક યુવતી સહિત બે લોકોની મહારાષ્ટ્રના બોઈસરથી ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ફરિયાદીની ફરિયાદ આધારે આ ગેંગ દ્વારા સગાઈ કરવા માટે તેમજ ફુલહારથી લગ્ન કરવા માટે મળી કુલ રૂ.1,30,000ની રકમ લઇને ફુલહારથી લગ્ન કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે આરોપી રેખાબેન અને તેના બનેવીની ધરપકડ કરી હતી. સુરતના ચોક બજાર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસમાં આ ગેંગ દ્વારા અત્યાર સુધી 3 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. જે બાદ આ ગેંગમાં બીજા કેટલા લોકો જોડાયા અને કેટલીક આ લોકો સામે ફરિયાદ નોંધાઈ તે તપાસ શરૂ કરી હતી. આરોપીના વધુ પડતી હાજરી બોઈસર અવધનગર વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારની ચા/નાસ્તા તથા કરિયાણાની દુકાનવાળના વેશમાં પોલીસ વોચ ગોઠવી હતી.




