મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-પાટણ ડેમુ ટ્રેનમાં ડીઝલ ખૂટી પડયું, લોકોને પગપાળા ચાલતી પકડવી પડી

VIDEO: પાટણ-અમદાવાદ વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં આજે અચાનક સંખારી આવતા એન્જિનમાં ડીઝલ

તસવીર: GSTV

VIDEO: પાટણ-અમદાવાદ વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં આજે અચાનક સંખારી આવતા એન્જિનમાં ડીઝલ ખૂટી પડયું હતું. જે બાદ ટ્રેન ખોટકાઈ ગઈ હતી. આ ડેમુ ટ્રેનમાં સવાર મુસાફરો અંદર બેસીને કંટાળી જતા આખરે તેઓએ ચાલતી પકડી હતી. રેલવે ટ્રેક પર મુસાફરો જતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રેલવે વિભાગની બેદરકારી ગણો કે ટ્રેનના ડ્રાઈવરની ચોકસાઈનો અભાવ જે ગણો તે પણ ડેમુમાં ડીઝલ ખૂટી જતા ત્યાં જ ઊભી રહી ગઈ હતી. આજે સવારે 11:30 વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશનથી પાટણ આવતી ડેમુમાં સંખારી ગામ નજીક આવતા ડીઝલ ખૂટી ગયું હતું. જેથી મુસાફરોએ ડેમુમાંથી નીકળી ચાલતાં-ચાલતાં સંખારી પાટણ આવવા નીકળ્યાં હતાં. રેલવે વિભાગની ઘોર બેદરકારીના કારણે પેસેન્જરોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી હતી. 
 

આ સમાચાર શેર કરો