ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો લંબાવાઈ, આ તારીખ સુધી અરજી કરી શકશો
Gandhinagar news: ગુજરાત માધ્ય

Gandhinagar news: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025 રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે.




