VIDEO: મોરબીમાં કાર ઉપર કન્ટેનર પડતાં 2નાં મોત, 2 ઈજાગ્રસ્ત
VIDEO: મોરબી શહેરના જૂના ઘુટુ રોડ પર આજે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં

VIDEO: મોરબી શહેરના જૂના ઘુટુ રોડ પર આજે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં મોત થયા હતા, તેમજ બે લોકો ઘાયલ થયા હતા. ટંકારાનો પરિવાર હળવદથી પરત વેળા નવ લાલા પાસે રોડ પર કાર પર અચાનક કન્ટેનર પડતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. અકસ્માત સર્જીને
ટ્રક ચાલક ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો.
મૃતકોમાં મંજુબેન મનસુખભાઈ કુંઢીયા ઉમર વર્ષ 40 અને મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયાનું મોત થયું હતું. આ ઉપરાંત જયાબેન નાથાભાઈ કુંઢીયા ઉમેર વર્ષ 55 અને નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા 60 ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.




