VIDEO: સુરતમાં પ્રથમ વરસાદમાં જ પાલિકાના પ્રિ-મોન્સૂન દાવા પોકળ સાબિત
સુરતમાં મેઘરાજાનું આગમન થતાં જ પાલિકા તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની

સુરતમાં મેઘરાજાનું આગમન થતાં જ પાલિકા તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરના ડિંડોલી સહિતના અનેક વિસ્તારોમાં માત્ર પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સુરતીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. પાલિકા દ્વારા વરસાદ પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ હોવાના જે મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા, તે પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થયા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.




